12 September, 2026 03:42 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
કુલદીપ યાદવ
ભારતીય સ્પિનર કુલદીપ યાદવે બ્રિટનમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં યૉર્કશર તરફથી એસેક્સ સામે રમતાં પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કુલદીપ યાદવે આ મૅચમાં ૧૨૦ રન આપીને ૧૦ વિકેટ ઝડપી હતી.
કુલદીપ યાદવે પ્રથમ દાવમાં ૭૦ રન આપીને ૪ વિકેટ અને બીજા દાવમાં ૫૦ રન આપીને ૬ વિકેટ લીધી, જેનાથી યૉર્કશરને એસેક્સ સામે એક ઇનિંગ્સ અને ૧૦૬ રનથી વિજય મેળવવામાં મદદ મળી હતી.