11 April, 2025 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોલકાતા નાઇટ રાઇડર્સ કુણાલ કપૂર
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પોતાના પ્લેયર્સ સાથે નાઇટ બાઇટ્સ કુકિંગ શોનું આયોજન કરી રહી છે જેમાં હાલમાં ટીમના યંગ પ્લેયર્સ એવા ઑલરાઉન્ડર રમનદીપ સિંહ, ફાસ્ટ બોલર વૈભવ અરોરા અને બૅટર અંગક્રિશ રઘુવંશીએ હાજરી આપી હતી. તેમણે પ્રખ્યાત શેફ કુણાલ કપૂર સાથે ‘ડિમ ટોરકા’ નામની પરંપરાગત વાનગી તૈયાર કરીને પોતાની કરીઅરની રસપ્રદ વાતો શૅર કરી હતી.