લાઇફમાં ઑટોગ્રાફ લેનાર નહીં, પણ ઑટોગ્રાફ આપનાર બનો : કપિલ દેવ

24 January, 2025 03:18 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

દેશના ભવિષ્ય સમાન આ બાળકોને સંદેશ આપતાં ૬૬ વર્ષના કપિલ દેવે કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓના વ્યક્તિત્વવિકાસ માટે રમતગમત એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે, પરંતુ અભ્યાસના ભોગે એને મહત્ત્વ ન આપવું જોઈએ

કપિલ દેવ હાલમાં હરિયાણાની એક પ્રાઇવેટ સ્કૂલની ઇવેન્ટમાં હાજર રહ્યા

ભારતના ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવ હાલમાં હરિયાણાની એક પ્રાઇવેટ સ્કૂલની ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં સ્કૂલનાં બાળકો તેમની પાસે ઑટોગ્રાફ લેતાં જોવા મળ્યાં હતાં.

દેશના ભવિષ્ય સમાન આ બાળકોને સંદેશ આપતાં ૬૬ વર્ષના કપિલ દેવે કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓના વ્યક્તિત્વવિકાસ માટે રમતગમત એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે, પરંતુ અભ્યાસના ભોગે એને મહત્ત્વ ન આપવું જોઈએ. તમારે ક્યારેય મારો ઑટોગ્રાફ ન માગવો જોઈએ, પરંતુ તમારી જાતને એટલી સારી બનાવો કે એક દિવસ તમે પોતે જ ઑટોગ્રાફ આપી શકો.’ કપિલ દેવના નિવેદનને વિદ્યાર્થીઓએ તાળીઓથી વધાવી લીધું.

kapil dev haryana cricket news sports news sports