ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ડબલ સેન્ચુરી ફટકારીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

10 December, 2022 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈશાન કિશને 126 બૉલમાં 23 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને પોતાની ડબલ સેન્ચુરી પૂરી કરી. આ ઇનિંગમાં તેનો સ્ટ્રાઇકરેટ 158.73નો રહ્યો.

ફાઈલ તસવીર

ટીમ ઈન્ડિયાના (Team India) લેફ્ટ હેન્ડ ઓપનર (Left Hand Opener) ઈશાન કિશનની (Ishan Kishan) બેટે આજે બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ જબરજસ્ત ગુસ્સો કાઢ્યો. તેને ત્રણ મેચની વનડે સીરિઝમાં એક જ મેચમાં રમવા મળ્યું, પણ તેણે એક જ ઇનિંગમાં એટલા રન્સ બનાવી દીધા, જે અનેક બેટ્સમેન આખી સીરિઝ રમીને નથી બનાવી શકતા. તેણે ચટગ્રામમાં રમાયેલી ત્રીજી ઈન્ટરનેશનલ મેચમાં ડબલ સેન્ચુરી (Double Century) ફટકારીને ઇતિહાસ રચ્યો છે.

વનડે સીરિઝની છેલ્લી મેચમાં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે જબરજસ્ત બેટિંગ કરી. તેણે આ મેચમાં પહેલી વનડે ઇન્ટરનેશનલ સેન્ચુરી પૂરી કરી હતી, જેને તેણે પહેલા 150 અને પછી ડબલ સેન્ચુરીમાં ફેરવી દીધી. ઈશાન કિશને 126 બૉલમાં 23 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને પોતાની ડબલ સેન્ચુરી પૂરી કરી. આ ઇનિંગમાં તેનો સ્ટ્રાઇકરેટ 158.73નો રહ્યો.

જણાવવાનું કે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ કોઈપણ બેટ્સમેનની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી છે અને આ રીતે વર્લ્ડ રેકૉર્ડ છે. તેના પહેલા ક્રિસ ગેઇલે 138 બૉલ્સમાં અને વિરેન્દ્ર સહેવાગે 140 બૉલ્સમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. તે ODI ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી છે. ઈશાન પહેલા ભારત માટે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ અને રોહિત શર્મા(3 વાર) ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યા છે.

આ પણ વાંચો : બંગલાદેશ ઐતિહા​સિક વાઇટવૉશની તલાશમાંઃ આજે ટીમ ઇન્ડિયા નામોશી અટકાવી શકશે?

નોંધનીય છે કે ઈશાન કિશનને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં તક મળી નહોતી, પણ તે બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સીરિઝનો ભાગ હતો. જો કે, અહીં પણ બન્ને મેચમાં તે બહાર બેઠો, પણ બીજી મેચમાં ઇજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ તે છેલ્લી મેચમાં ઓપન કરવા ઉતર્યો અને બાંગ્લાદેશ વિરુદ્ધ ડબલ સેન્ચુરી ફટકારી દીધી અને સાબિત કર્યું કે તે ટૉપ ઑર્ડર પર સારી બેટિંગ કરી શકે છે.

આ પણ વાંચો : બે ફાઇનલની હારનો બદલો ભારતે લેવાનો છે : આજે પ્રથમ ટી૨૦

ઈશાન કિશન 131 બૉલમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારીને 210 રન્સ કરી આઉટ થયો. તેણે આ દરમિયાન 160.31ની સ્ટ્રાઈક રેટથી રન્સ કર્યા. તસ્કીન અહમદે ઈશાનને કૅપ્ટન લિટન દાસના હાથે કેચ આઉટ કરાવ્યો. તે બાઉન્ડ્રી લાઈન પર કેચ આઉટ થયો. વિરાટ કોહલીએ તેના માથે હાથ રાખ્યો અને તેને પવેલિયન ફરતા પહેલા વિદાય અને વધામણી આપી.

indian cricket team cricket news sports news sports bangladesh