✕

પારસ મ્હામ્બ્રે બન્યો પંજાબ કિંગ્સનો બોલિંગ કોચ

26 November, 2026 05:53 PM IST  |  New Dehli | Gujarati Mid-day Correspondent

૨૦૧૫ અને ૨૦૧૬ની સીઝનમાં બન્નેએ મુંબઈ ઇન્ડિયન્સમાં સાથે કામ કર્યું હતુ

પારસ મ્હામ્બ્રે

ગઈ કાલે પંજાબ કિંગ્સે ૫૪ વર્ષના મુંબઈકર પારસ મ્હામ્બ્રેને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. અગાઉ ઑસ્ટ્રેલિયાનો જેમ્સ હોપ્સ પંજાબ કિંગ્સનો બોલિંગ કોચ હતો. પારસ મ્હામ્બ્રે ભારતીય ટીમમાં ૨૦૨૧થી ૨૦૨૪ દરમ્યાન રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફમાં બોલિંગ કોચની જવાબદારી સંભાળી ચૂક્યો છે.

 મુંબઈ ઇન્ડિયન્સમાંથી નોકરી છૂટ્યા પછી પારસ મ્હામ્બ્રે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિગના કોચિંગ સ્ટાફનો ભાગ બન્યો છે. અગાઉ જ્યારે ૨૦૧૫ અને ૨૦૧૬માં રિકી પૉન્ટિગ મુંબઈ ઇન્ડિયન્સનો હેડ કોચ હતો ત્યારે પણ કોચિંગ સ્ટાફમાં પારસ મ્હામ્બ્રે સામેલ હતો.

પારસ મ્હામ્બ્રે મુંબઈ માટે ૯૧ ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટ મૅચમાં ૨૮૪ વિકેટ અને ૮૩ લિસ્ટ A મૅચમાં ૧૧૧ વિકેટ લઈ ચૂક્યો છે. ૧૯૯૬થી ૧૯૯૮ દરમ્યાન ભારત માટે બે ટેસ્ટ-મૅચ અને ૩ વન-ડે મૅચમાં તેણે ટોટલ પાંચ વિકેટ લીધી હતી.

punjab kings ricky ponting sports news sports cricket news