01 April, 2025 09:42 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
રિયાન પરાગ
રાજસ્થાન રૉયલ્સના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન રિયાન પરાગને તેના હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચ દરમ્યાન સ્લો ઓવરરેટ માટે ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્તમાન સીઝનના મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા બાદ તે આ દંડનો સામનો કરનાર બીજો કૅપ્ટન છે. તેની કૅપ્ટન્સીમાં રાજસ્થાનને પહેલી બે મૅચમાં હારનો સામનો કર્યા બાદ ત્રીજી મૅચમાં જીત મળી હતી. રાજસ્થાનના યંગેસ્ટ કૅપ્ટન તરીકે રિયાન પરાગને પહેલી ત્રણ મૅચમાં કૅપ્ટન્સીની જવાબદારી મળી હતી.