છેલ્લા ૮ મહિનામાં IPL, રણજી ટ્રોફી અને ઈરાની કપ જીતનાર મુંબઈકર બન્યો RCBનો બોલિંગ-કોચ

19 November, 2024 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ આગામી IPL સીઝન માટે ૪૫ વર્ષના મુંબઈકર ઓમકાર સાળવીને બોલિંગ-કોચ બનાવ્યો છે. તેણે છેલ્લા ૮ મહિનામાં પોતાની ટીમને ત્રણ વાર ચૅમ્પિયન બનાવી છે

ઓમકાર સાળવી

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ આગામી IPL સીઝન માટે ૪૫ વર્ષના મુંબઈકર ઓમકાર સાળવીને બોલિંગ-કોચ બનાવ્યો છે. તેણે છેલ્લા ૮ મહિનામાં પોતાની ટીમને ત્રણ વાર ચૅમ્પિયન બનાવી છે. તે IPL 2024ની ચૅમ્પિયન ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)માં બોલિંગ-કોચ હતો. ૨૦૨૩-’૨૪ની સીઝનમાં ૪૨મી વાર રણજી ટ્રોફી જીતનાર અને ૨૭ વર્ષ બાદ ઈરાની કપ જીતનાર મુંબઈની ટીમનો પણ તે હેડ કોચ છે. હવે તેના માથે RCBને પહેલી વાર ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવાની જવાબદારી પણ રહેશે.

RCBના મેન્ટર અને બૅટિંગ-કોચ દિનેશ કાર્તિક સાથે તે પહેલાં KKRમાં કામ કરી ચૂક્યો છે. ઓમકાર સાળવીને પ્લેયર તરીકે વધુ અનુભવ નથી. તેણે ૨૦૦૫માં માત્ર રેલવે માટે એક રણજી મૅચ રમી હતી અને એમાં એક જ વિકેટ ઝડપી હતી. આ રણજી સીઝનમાં તેના કોચિંગ હેઠળ મુંબઈ એલીટ A ગ્રુપમાં ત્રીજા સ્થાને છે. તે માર્ચ ૨૦૨૫ સુધી મુંબઈની ટીમને કોચિંગ આપતો જોવા મળશે. 

royal challengers bangalore indian premier league IPL 2025 cricket news sports sports news