04 April, 2025 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેન વિલિયમસને મુંબઈમાં આગામી પેઢીના ક્રિકેટર્સને ક્રિકેટની ટિપ્સ આપી
૩૪ વર્ષનો ન્યુ ઝીલૅન્ડનો અનુભવી બૅટર કેન વિલિયમસન મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ પણ કૉમેન્ટેટર તરીકે IPL સાથે જોડાયેલો રહ્યો છે. તેણે હાલમાં બ્રૉડકાસ્ટિંગ ટીમ સાથે મુંબઈના એક મેદાન પર યંગ પ્લેયર્સ વચ્ચે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.
ઇન્ટરનૅશનલ પ્લેયરને લોકલ મેદાન પર જોઈ તેની સાથે સેલ્ફી લેવા ભારે ભીડ ઊમટી હતી. સુરક્ષાવ્યવસ્થા વચ્ચે તેણે કેટલાક યંગ પ્લેયર્સને ક્રિકેટની ટિપ્સ પણ આપી હતી. આ દરમ્યાન મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલા ભારતીય ટીમનાે સરફરાઝ ખાન પણ આ કિવી બૅટર સાથે મુલાકાત કરતો જોવા મળ્યો હતો.