ચેમ્પિયન્સ ટ્રૉફી 2025: ભારતીય ટીમ નહીં જાય પાકિસ્તાન, BCCI મૂકશે ICC સામે આ માગ

11 July, 2024 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવાની શક્યતા ન જેવી છે. ICC સામે BCCIઆ એક માગ કરીી શકે છે કે તેમની મેચ દુબઈ અથવા ફરી શ્રીલંકામાં આયોજિત કરાવવામાં આવે.

ટીમ ઈન્ડિયાની ફાઈલ તસવીર

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવાની શક્યતા ન જેવી છે. ICC સામે BCCIઆ એક માગ કરીી શકે છે કે તેમની મેચ દુબઈ અથવા ફરી શ્રીલંકામાં આયોજિત કરાવવામાં આવે.

ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025  હોસ્ટ કરવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ એટલે કે પીસીબીએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયાની મેચ લાહોરમાં આયોજિત કરાવવાનું ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સોંપી દીધો છે. જો કે, અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવા કે ન જવા પર કોઈ ઑફિશિયલ નિવેદન કોઈની પણ સામેથી આવ્યું નતી, પણ હવે એક રિપૉર્ટમાં પુષ્ઠિ તઈ છે કે ભારતીય ટીમના ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાન જવાની શક્યતા નહિવત્ છે. અહીં સુધી કે બીસીસીઆઈ આઈસીસી સામે એક માગ પણ મૂકશે.

BCCIના સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. બીસીસીઆઈ આઈસીસીને દુબઈ અથવા શ્રીલંકામાં મેચનું આયોજન કરવા કહેશે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે એશિયા કપ 2023ની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પણ પાકિસ્તાન દ્વારા હાઈબ્રિડ મોડલ હેઠળ કરવું પડી શકે છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ BCCI સેક્રેટરી જય શાહ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમણે એ વાતની પુષ્ટિ કરી ન હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે.

જોકે, જય શાહે પુષ્ટિ કરી છે કે ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને બીસીસીઆઈના સચિવ તરીકે જય શાહ હતા, જેમણે એ વાતની પુષ્ટિ કરી હતી કે ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય. આવી સ્થિતિમાં PCBએ હાઇબ્રિડ મોડલનું સૂચન કર્યું હતું, જેને ભારતીય ક્રિકેટ બોર્ડે સ્વીકાર્યું હતું. ફાઈનલ સહિત ભારત અને અન્ય ટીમોની મોટાભાગની મેચો શ્રીલંકામાં અને કેટલીક મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ કંઈક થઈ શકે છે.

નોંધનીય છે કે પાકિસ્તાનમાં યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલાં ભારતીય ટીમ ૭ દેશ સામે અલગ-અલગ ફૉર્મેટની સિરીઝ રમવા જશે. T20 વર્લ્ડ કપ બાદ જુલાઈ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં ભારતીય ટીમ બે વન-ડે સિરીઝ, ૩ ટેસ્ટ-સિરીઝ અને પાંચ T20 સિરીઝ રમશે. ગઈ કાલે ભારતીય ટીમના ચાર મૅચની T20 સિરીઝ માટેના સાઉથ આફ્રિકાના પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી. ૮ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી આ મૅચો રમવામાં આવશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૦૨૪-’૨૫ની ડોમેસ્ટિક સીઝન માટે ભારતીય ટીમનું શેડ્યુલ જાહેર કર્યું છે. એક વર્ષની અંદર ભારત ઇંગ્લૅન્ડ સહિત ૩ દેશની યજમાની કરશે. ૨૦૨૪માં સપ્ટેમ્બર ૧૯થી ઑક્ટોબર ૧૨ વચ્ચે બંગલાદેશ સામે, ૧૬ ઑક્ટોબરથી પાંચ નવેમ્બર વચ્ચે ન્યુ ઝીલૅન્ડ સામે અને ૨૦૨૫માં બાવીસમી જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી વચ્ચે ઇંગ્લૅન્ડ સામે રમશે. 

board of control for cricket in india indian cricket team team india pakistan cricket news sports news sports international cricket council champions trophy