પાકિસ્તાન વહારે ન આવ્યું, ભારત વિમેન્સ T20 વર્લ્ડ કપમાંથી આઉટ

15 October, 2024 10:17 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧૧ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાની મહિલાઓ ફક્ત ૫૬ રનમાં આૅલઆઉટ થઈ ગઈ

ન્યુ ઝીલૅન્ડની બોલર એમેલિયા કેરે ત્રણ વિકેટ ઝડપી હતી.

યુએઈમાં ચાલી રહેલા વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની સફર લીગ રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઈ છે. રવિવારે ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ઓવરમાં ૯ રનથી હાર મળ્યા બાદ ભારતીય ટીમ માટે સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે પાકિસ્તાનની ટીમ પર દારોમદાર હતો. પાકિસ્તાન જો ન્યુ ઝીલૅન્ડને છેલ્લી લીગ મૅચમાં હરાવે તો હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની માટે સેમી ફાઇનલનાં દ્વાર ખૂલી શકે એમ હતાં, પણ પાકિસ્તાન ભારતની વહારે નહોતું આવ્યું અને તેમનો નબળો પર્ફોર્મન્સ જાળવી રાખતાં કિવી ટીમ સામે ૫૪ રનથી હારી ગઈ હતી. 

ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાન સામે ૧૧૧ રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પણ પાકિસ્તાની બૅટર્સ ૧૧.૪ ઓવરમાં માત્ર ૫૬ રનમાં પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. તેમની ફક્ત બે જ બૅટર મુનીબા અલી (૧૫) અને કૅપ્ટન ફાતિમા સના (૨૧) ડબલ ડિજિટનો સ્કોર બનાવી શકી હતી. ચાર પાકિસ્તાની બૅટર ખાતું પણ ખોલાવી નહોતી શકી.

t20 world cup new zealand pakistan dubai india indian womens cricket team harmanpreet kaur australia cricket news sports news sports