13 March, 2025 07:03 AM IST | London | Gujarati Mid-day Correspondent
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ન પહોંચવાને કારણે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું સંચાલન કરનાર મેલબર્ન ક્રિકેટ ક્લબ (MCC)ને કરોડોનું નુકસાન થયું છે. અહેવાલ અનુસાર ભારત WTCની ફાઇનલમાં ક્વૉલિફાય ન થવાને કારણે MCCની આવકમાં લગભગ ૪ મિલ્યન પાઉન્ડ (લગભગ ૪૫ કરોડ રૂપિયા)નો ઘટાડો થઈ રહ્યો છે. ફાઇનલ જૂનમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.
MCCએ શરૂઆતમાં પ્રીમિયમ ટિકિટના જે ભાવ નક્કી કર્યા હતા એ ભાવ ઘટાડ્યા છે જેથી વધુ દર્શકો સ્ટેડિયમમાં હાજરી આપે. WTCની ફાઇનલ માટેની ટિકિટની કિંમત હવે ૪૦થી ૯૦ પાઉન્ડની વચ્ચે છે જે મૂળ કિંમત કરતાં લગભગ ૫૦ પાઉન્ડ ઓછી છે. આ ઘટાડાને કારણે તેમની મૂળ આવકમાં ઘટાડો થયો છે.