22 September, 2026 08:02 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
સુઝુકી કપ સાથે જપાની કૅપ્ટન કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ અને ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર.
સાનો શહેરમાં આજે યજમાન જપાન અને ભારતની મેન્સ ટીમો વચ્ચે ઐતિહાસિક પહેલી T20 મૅચ રમાશે. ICC મેન્સ T20 ટીમ રૅન્કિંગમાં ભારત બીજો અને જપાન ૪૧મો ક્રમ ધરાવે છે. જપાન આજે ભારતની વીસમી હરીફ T20 ટીમ બનશે.
આ મૅચ બન્ને એશિયાઈ દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોનાં ૭૫ વર્ષની ઉજવણીની શરૂઆત કરશે. રાજધાની ટોક્યોથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સાનો શહેરમાં સતત વરસાદને કારણે ભારતને મૅચ પહેલાંનું પ્રૅક્ટિસ-સેશન રદ કરવું પડ્યું હતું.
આજે ભારતીય સમય અનુસાર સવારે ૯.૩૦ વાગ્યાથી આ મૅચની શરૂઆત થશે. સ્ટાર નેટવર્ક પર મૅચનું લાઇવ ટેલિકાસ્ટ થશે.
મૅચનો સમય સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થશે
૨૪ સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ ઇવેન્ટ શરૂ થશે. ભારતીય ટીમ ૨૮ સપ્ટેમ્બરે ડાયરેક્ટ ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમશે.