05 March, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સેમી-ફાઇનલનો જંગ
આજે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યાથી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમી-ફાઇનલનો જંગ શરૂ થશે. ભારત અને ઇંગ્લૅન્ડ સતત ત્રીજા મેન્સ T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે સેમી-ફાઇનલ મૅચ રમશે. આજે બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬ વખત સેમી-ફાઇનલ રમવાના પાકિસ્તાનના ૬ વખતના રેકૉર્ડની બરાબરી કરશે. ઇંગ્લૅન્ડ લાગલગાટ પાંચમી T20 વર્લ્ડ કપ
સેમી-ફાઇનલ રમનાર પહેલી ટીમ બનશે.
બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે બૅક-ટુ-બૅક મૅચ નથી જીતી શકી. બન્ને ટીમ આ ટુર્નામેન્ટમાં પાંચ વખત સામસામે રમી છે, એમાંથી ભારત ૨૦૨૪ની સેમી-ફાઇનલ મૅચ સહિત ૨૦૦૭ અને ૨૦૧૨ની ગ્રુપ-સ્ટેજ મૅચ જીત્યું છે. ઇંગ્લૅન્ડની ટીમ ૨૦૨૨ની સેમી-ફાઇનલ મૅચ સહિત ૨૦૦૯ની ગ્રુપ-સ્ટેજ મૅચ જીતી છે. બન્ને વચ્ચે T20 ફૉર્મેટમાં ૨૯ મૅચ રમાઈ છે, એમાંથી ભારત ૧૭ અને ઇંગ્લૅન્ડ ૧૨ મૅચ જીત્યું છે.
ગઈ કાલે ભારતીય ટીમનું પ્રૅક્ટિસ-સેશન બપોરે હતું જેમાં વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રિન્કુ સિંહ અને તિલક વર્મા સહિત કોચિંગ-સ્ટાફે જ ભાગ લીધો હતો.
|
ICCની નૉકઆઉટ મૅચોમાં બન્ને ટીમનાં રિઝલ્ટ |
|
|
૧૯૮૩ વર્લ્ડ કપ સેમી-ફાઇનલ |
ભારત ૬ વિકેટથી જીત્યું |
|
૧૯૮૭ વર્લ્ડ કપ સેમી-ફાઇનલ |
ઇંગ્લૅન્ડ ૩૫ રનથી જીત્યું |
|
૨૦૧૩ ચૅમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ |
ભારત પાંચ રનથી જીત્યું |
|
૨૦૨૨ T20 વર્લ્ડ કપ સેમી-ફાઇનલ |
ઇંગ્લૅન્ડ ૧૦ વિકેટથી જીત્યું |
|
૨૦૨૪ T20 વર્લ્ડ કપ સેમી-ફાઇનલ |
ભારત ૬૮ રનથી જીત્યું |
|
T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચોમાં ઇંગ્લૅન્ડનું રિઝલ્ટ |
|
|
૨૦૧૦ |
શ્રીલંકા સામે ૭ વિકેટે જીત |
|
૨૦૧૬ |
ન્યુ ઝીલૅન્ડ સામે ૭ વિકેટે જીત |
|
૨૦૨૧ |
ન્યુ ઝીલૅન્ડની પાંચ વિકેટે જીત |
|
૨૦૨૨ |
ભારત સામે ૧૦ વિકેટે જીત |
|
૨૦૨૪ |
ભારત સામે ૬૮ રનથી હાર |
|
T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચોમાં ભારતનું રિઝલ્ટ |
|
|
૨૦૦૭ |
ઑસ્ટ્રેલિયા સામે ૧૫ રને જીત |
|
૨૦૧૪ |
સાઉથ આફ્રિકા સામે ૬ વિકેટે જીત |
|
૨૦૧૬ |
વેસ્ટ ઇન્ડીઝ સામે ૭ વિકેટે જીત |
|
૨૦૨૨ |
ઇંગ્લૅન્ડ સામે ૧૦ વિકેટે હાર |
|
૨૦૨૪ |
ઇંગ્લૅન્ડ સામે ૬૮ રનથી જીત |
વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમે એકબીજા સામે બે T20 મૅચ રમી છે, એમાંથી ઇંગ્લૅન્ડે ડિસેમ્બર ૨૦૧૨માં ૬ વિકેટે અને ફેબ્રુઆરી ૨૦૨૫માં ભારતે ૧૫૦ રને જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ભારતને ૭ T20 મૅચમાં પાંચ જીત અને બે હાર મળી છે. ઇંગ્લૅન્ડને અહીં ૬ T20 મૅચમાં ૩ હાર અને ૩ જીત મળી છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતે અહીં અમેરિકા સામે માંડ-માંડ મળેલી એક જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. ઇંગ્લૅન્ડને વર્તમાન વર્લ્ડ કપની એકમાત્ર હાર આ સ્ટેડિયમમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામે મળી હતી.