23 October, 2026 08:57 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયા A ટીમે માણી T20 મૅચ
ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડની પહેલી T20 મૅચનો આનંદ માણવા ઇન્ડિયા Aની ટીમના સભ્યો પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ઇન્ડિયા Aના કૅપ્ટન ધ્રુવ જુરેલે સ્ટેડિયમમાંથી કે.એલ. રાહુલ, માનવ સુથાર અને દેવદત્ત પડિક્કલ સહિતના ખેલાડીઓ સાથેનો સેલ્ફી શૅર કર્યો હતો. આવતી કાલે પરોઢે ૩ વાગ્યાથી ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડની A ટીમો વચ્ચેની ત્રણ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થશે.