12 October, 2026 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના સૂર્યાંશ શેડગેએ સાતમા ક્રમે રમીને ૬૦ બૉલમાં ૬૬ રન કર્યા હતા.
પૉન્ડિચૅરીમાં ગઈ કાલે ત્રીજી મૅચમાં ભારતની A ટીમ ૪૯ રનથી જીતી એને કારણે ઑસ્ટ્રેલિયા A ટીમ ક્લીન સ્વીપ નહોતી કરી શકી અને એણે ૨-૧ની સ્કોરલાઇન સાથે ત્રણ વન-ડે મૅચની સિરીઝ જીતી હતી.
ત્રીજી મૅચમાં ભારતે ૪૭.૩ ઓવરમાં ૨૭૫-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં કાંગારૂઓ ૪૬.૨ ઓવરમાં ૨૨૬ રનના સ્કોર પર ઑલઆઉટ થયા હતા. ઇન્ડિયા A ટીમ છેલ્લે ૨૦૨૦માં ન્યુ ઝીલૅન્ડ સામે આવી અનઑફિશ્યલ વન-ડે સિરીઝ હારી હતી.
ભારત તરફથી પ્રિયાંશ આર્યએ ૪૫ બૉલમાં ૪૯ રન, સાતમા ક્રમે રમવા આવેલાં સૂર્યાંશ શેડગેએ ૬૦ બૉલમાં ૬૬ રન અને આઠમા ક્રમે બૅટિંગ કરનાર વિપ્રજ નિગમે ૪૪ બૉલમાં ૪૦ રન કર્યા હતા.
રન-ચેઝ સમયે ઓપનર જૉશ ફિલિપે ૪૮ બૉલમાં ૫૬ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. આ ટીમે અંતિમ પાંચ વિકેટ ૨૭ રનની અંદર ગુનાવી હતી.
પૉન્ડિચૅરી એવી પિચો તૈયાર કરી રહ્યું છે જેના પર વન-ડે મેચો રમાવી જોઈએ. અહીં ૨૫૦ રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરવો મુશ્કેલ લાગે છે. આવી પિચો બૅટ્સમેનો પાસેથી વધુ મહેનતની માગ કરશે અને તેમની રણનીતિક વિચારસરણી તથા રમતની સમજની કસોટી કરશે.
- ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન