ભારત સામેની વન-ડે સિરીઝમાંથી ઘાયલ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અલીઝા હીલી આઉટ

24 November, 2024 09:57 AM IST  |  Perth | Gujarati Mid-day Correspondent

આગામી પાંચમી ડિસેમ્બરથી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝમાંથી ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અલીઝા હીલી બહાર થઈ ગઈ છે

અલીઝા હીલી

આગામી પાંચમી ડિસેમ્બરથી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝમાંથી ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અલીઝા હીલી બહાર થઈ ગઈ છે. વિમેન્સ બિગ બૅશ લીગમાં સિડની થંડર તરફથી રમતાં તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેના સ્થાને ૨૯ વર્ષની વાઇસ-કૅપ્ટન અને ઑલરાઉન્ડર તાહલિયા મૅક્ગ્રાને કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. તેણે T20 વર્લ્ડ કપ  દરમ્યાન હીલીની ગેરહાજરીમાં મુશ્કેલ પરિસ્થિતિમાં કૅપ્ટન તરીકે સૌને પ્રભાવિત કર્યાં હતાં.

india australia indian womens cricket team t20 world cup t20 cricket news sports sports news