22 October, 2026 12:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હરમનપ્રીત કૌર
મંગળવારે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મૅચમાં ૪૧ બોલમાં અણનમ ૯૧ રન બનાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન હરમનપ્રીત કૌર ઇનિંગ્સ દરમ્યાનના ઇન્ટરવ્યુમાં ભાવુક થઈ ગઈ હતી.
કૅપ્ટનપદેથી હટ્યા પછીના પોતાના પ્રથમ ઇન્ટરવ્યુમાં તેણે પ્રૅક્ટિસ દરમ્યાન મદદ કરવા બદલ પોતાના બૅટિંગ કોચ હિમાંશુનો આભાર માન્યો હતો. આ ક્ષણે તે ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયાં. ઇન્ટરવ્યુ પછી તે માઇક્રોફોન ફેંકીને ડ્રેસિંગ રૂમમાં જતી રહી હતી.
હરમનપ્રીત કૌરે કહ્યું, ‘મને નથી લાગતું કે હવે કોઈ પ્રેશર છે. મને લાગે છે કે હવે આ બધું મેદાન પર મારી જાતને માણવા વિશે છે અને મને લાગે છે કે હું એ જ કરવા ઇચ્છું છું. હું ફક્ત મારી બૅટિંગનો આનંદ લેવા ઇચ્છું છું અને એ રન આવ્યા એ સારું છે.’
91 T20 વ્યક્તિગત સ્કોર કર્યો હરમનપ્રીત કૌરે. સ્મૃતિ માન્ધનાનો ડિસેમ્બર ૨૦૨૫નો ૮૦ રનનો રેકૉર્ડ તોડ્યો.