07 January, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાત જાયન્ટ્સના કોચ અને પ્લેયરો સિદ્ધિવિનાયકના દર્શને પહોંચ્યા
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 માટે કાઉન્ટડાઉન શરૂ થતાં ગુજરાત જાયન્ટ્સે સૌથી પહેલાં સિદ્ધિવિનાયકના આશીર્વાદ લીધા છે. હાલમાં ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ માઇકલ ક્લિંગર અને બોલિંગ કોચ પ્રવીણ તાંબે સહિતનો કોચિંગ સ્ટાફ અને તનુજા કંવર, ભારતી ફુલમાલી અને આયુષી સોની જેવા ખેલાડીઓ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યાં હતાં. પહેલી બે સીઝનમાં તળિયાની ટીમ રહ્યા બાદ ગુજરાત જાયન્ટ્સ ગઈ સીઝનમાં ત્રીજા ક્રમની ટીમ રહી હતી.