IPLમાં ૪૨ ઇનિંગ્સ બાદ હાઇએસ્ટ રન કરવાના મામલે ક્રિસ ગેઇલનો રેકૉર્ડ તોડ્યો સાઈ સુદર્શને

06 April, 2026 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે પણ અમદાવાદના સ્ટેડિયમમાં ૨૦ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ક્રિસ ગેઇલ બૅન્ગલોરમાં ફાસ્ટેસ્ટ ૧૯ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન કરી ચૂક્યો છે.

બાઉન્ડરી તરફ જતા બૉલને નિહાળતા વિકેટકીપર ધ્રુવ જુરેલ અને બૅટર સાઈ સુદર્શન.

રાજસ્થાન રૉયલ્સ સામે શનિવારે ૨૧૧ રનનો ટાર્ગેટ ચેઝ કરતા સમયે ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શને ૪૪ બૉલમાં ૭૩ રન કર્યા હતા. તેણે IPLમાં ૪૨ ઇનિંગ્સ બાદ હાઇએસ્ટ રન ફટકારવા મામલે ક્રિસ ગેઇલનો ૧૮૦૪ રનનો રેકૉર્ડ તોડ્યો છે. ભારતીય બૅટર તરીકે અગાઉ સચિન તેન્ડુલકર ૧૪૪૬ રન સાથે આ લિસ્ટમાં આગળ હતો. ૨૦૨૨થી ગુજરાત માટે સાઈ સુદર્શને ૪૨ મૅચની ૪૨ ઇનિંગ્સમાં ૧૪૬.૩૩ના સ્ટ્રાઇક-રેટથી ૧૮૭૯ રન કર્યા છે. સાઈ સુદર્શન હવે IPLના એક વેન્યુ પર ૨૦ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦  રન કરનાર ભારતીય બૅટર પણ બન્યો છે. આ મામલે તેણે પોતાના સાથી ઓપનર શુભમન ગિલની બરાબરી કરી છે. તેણે પણ અમદાવાદના સ્ટેડિયમમાં ૨૦ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ક્રિસ ગેઇલ બૅન્ગલોરમાં ફાસ્ટેસ્ટ ૧૯ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન કરી ચૂક્યો છે.

sports news sports cricket news IPL 2026 sai sudharsan rajasthan royals gujarat titans