23 January, 2023 12:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાર્શ્વી ચોપડાએ ચાર ઓવરમાં લીધી ચાર વિકેટ
ગર્લ્સ અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે સાત વિકેટથી હારનાર ભારતીય ટીમે રવિવારે સુપર સિક્સની બીજી મૅચમાં શ્રીલંકાને ૭ વિકેટ અને ૭૬ બૉલ બાકી રાખીને હરાવી દીધું હતું. શ્રીલંકાની આખી ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૫૯ રન જ કરી શકી હતી. ભારતીય સ્પિનર પાર્શ્વી ચોપડાએ ૪ ઓવરમાં માત્ર પાંચ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી. જવાબમાં ભારતે ૭.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને વિજયનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. ભારત હાલ છ પૉઇન્ટ સાથે આ ગ્રુપ-૧માં ટોચ પર છે.