12 October, 2026 07:31 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
શોભના મોસ્તરીએ બંગલાદેશી વન-ડે વિમેન્સ ટીમ માટે સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ રમી.
બંગલાદેશી મહિલા ટીમ સામે ગઈ કાલે બ્રિસ્બેનમાં બીજી મૅચ ૯ વિકેટે જીતીને યજમાન ઑસ્ટ્રેલિયાએ ૩ વન-ડે મૅચની સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો હતો. બંગલાદેશે ચોથી વિકેટ માટે ૧૯૫ રનની ભાગીદારીની મદદથી ૨૨૦-૬નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ઓપનર જૉર્જિયા વોલના ૯૭ બૉલમાં ૧૩૧ રનની અણનમ ઇનિંગ્સના આધારે ૨૮.૧ ઓવરમાં ૨૨૨-૧ના સ્કોર સાથે મૅચ જીતી લીધી હતી.
શોભના મોસ્તરી (૧૩૪ બૉલમાં ૧૧૮ રન) અને નિગાર સુલ્તાના (૧૧૪ બૉલમાં ૭૪ રન) એ કરેલી ૧૯૫ રનની પાર્ટનરશિપ બંગલાદેશ વિમેન્સ વન-ડે ટીમ માટે અને ઑસ્ટ્રેલિયા વિમેન્સ સામે કોઈ પણ ટીમની સૌથી મોટી ભાગીદારી હતી. અગાઉ માર્ચ ૨૦૦૨માં ઑસ્ટ્રેલિયન મહિલાઓ સામે સૌથી મોટી ૧૭૦ રનની વન-ડે ભાગીદારી ન્યુ ઝીલૅન્ડની એમિલી ડ્રમ અને રેબેકા રોલ્સે કરી હતી.