શફાલી વર્માને આઉટ કરીને તેને પૅવિલિયન તરફનો રસ્તો દેખાડનાર પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાને દંડ

08 September, 2026 09:09 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભારત સામેની એશિયા કપ મૅચમાં ICC આચારસંહિતાના ભંગ બદલ પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સનાને મૅચ-ફીના ૧૦ ટકા દંડ સાથે એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો.

શફાલી વર્મા અને પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના

શનિવારે દુબઈમાં ભારત સામેની એશિયા કપ મૅચ દરમ્યાન ICC આચારસંહિતાના લેવલ વનના ભંગ બદલ પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સનાને તેની મૅચ-ફીના ૧૦ ટકાના દંડ સાથે એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે. આ મીડિયમ ફાસ્ટ બોલરે ભારત સામે ૧૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
ફાતિમા સનાએ શફાલી વર્માને કૅચઆઉટ કર્યા પછી પૅવિલિયન તરફ જવાનો ઇશારો કર્યો હતો. ૨૪ મહિનાના સમયગાળામાં ફાતિમા સનાનો આ બીજો ગુનો હતો જેના કારણે તેના કુલ ડીમેરિટ પૉઇન્ટ બે થયા છે. તેને અગાઉ ૬ ઑગસ્ટે આયરલૅન્ડ સામેની T20 મૅચમાં પણ ડીમેરિટ પૉઇન્ટ મળ્યો હતો.cr

team india indian womens cricket team asia cup pakistan dubai cricket news sports news sports