24 October, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ દેવની યુવાનોને અપીલ
ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે ગઈ કાલે શ્રી શશી રુઈયા મેમોરિયલ ગૉલ્ફ ચૅમ્પિયનશિપની લૉન્ચ-ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ માટે બે કરોડ રૂપિયાનું કૅશ પ્રાઇઝ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઇવેન્ટમાં કપિલ દેવે કહ્યું, ‘હું ઇચ્છું છું કે ખેલાડી માત્ર તેમની મુખ્ય રમત જ નહીં પરંતુ અન્ય રમતો પણ રમે. અલગ-અલગ રમતોમાં સામેલ થવાથી તમારા પ્રદર્શનમાં સુધારો થઈ શકે છે. જો તમે હૉકી રમતા હો તો ગૉલ્ફ રમી જુઓ. જો તમે ગૉલ્ફ રમતા હો તો ક્રિકેટ રમી જુઓ. દરેક રમત ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે એ તમારી વિચારવાની પ્રક્રિયામાં બદલાવ લાવે છે.’
કપિલ દેવ વધુમાં કહે છે, ‘મેં ઘણી વાર કહ્યું છે કે જો હું મારી ક્રિકેટ-કરીઅર દરમ્યાન ગૉલ્ફ રમ્યો હોત તો મારા કુલ રનમાં વધુ ૨૦૦૦ રનનો ઉમેરો થયો હોત.’