23 December, 2024 09:38 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
સૅમ કૉન્સ્ટૅસ
યંગ ઑસ્ટ્રેલિયન ઓપનર નૅથન મેકસ્વીનીના સ્થાને ઑસ્ટ્રેલિયન ટેસ્ટ સ્ક્વૉડમાં સામેલ ૧૯ વર્ષનો સૅમ કૉન્સ્ટૅસ ભારતીય ટીમનો સામનો કરવા માટે ઉત્સુક છે. તે કહે છે કે ‘મારી પાસે ભારતીય બોલરો માટે કેટલીક યોજના છે. મને લાગે છે કે હું ખૂબ સારું કરી રહ્યો છું અને આશા છે કે મને તેમની સામે રમવાની તક મળશે. હું માત્ર બૉલ પ્રમાણે રમીશ અને બોલરો પર થોડું પ્રેશર બનાવીશ. મારું ડેબ્યુ કરવું એ બહુ મોટું સન્માન હશે. આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું ભારત સામે રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું પડકાર લેવા માગું છું. આ સમાચાર સંભાળીને મારી મમ્મી જેમ હું પણ ભાવુક થયો હતો. મારા પપ્પાને મારા માટે ગર્વની લાગણી છે. તેમણે મારા માટે ઘણા ત્યાગ કર્યા છે.’
૧૯ વર્ષના સૅમ કૉન્સ્ટૅસ પાસે ઑસ્ટ્રેલિયાનો સૌથી યંગેસ્ટ ઓપનર બનવાની પણ તક રહેશે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે ૧૧ મૅચમાં બે સેન્ચુરી અને ત્રણ ફિફ્ટીની મદદથી ૭૧૮ રન ફટકાર્યા છે.