midday

સુરતમાં થઈ બિગ ક્રિકેટ લીગની ધમાકેદાર શરૂઆત

13 December, 2024 09:00 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

બારથી બાવીસ ડિસેમ્બર વચ્ચે આયોજિત આ T20 લીગમાં છ ટીમ વચ્ચે કુલ ૧૮ મૅચનું આયોજન છે
બિગ ક્રિકેટ લીગની ટ્રોફી

બિગ ક્રિકેટ લીગની ટ્રોફી

ડાયમન્ડ સિટી સુરતમાં ગઈ કાલથી બિગ ક્રિકેટ લીગની પહેલી સીઝનની શરૂઆત થઈ હતી. બારથી બાવીસ ડિસેમ્બર વચ્ચે આયોજિત આ T20 લીગમાં છ ટીમ વચ્ચે કુલ ૧૮ મૅચનું આયોજન છે.

ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન (નૉર્ધર્ન ચૅલેન્જર્સ), ઇરફાન પઠાણ (મુંબઈ મરીન્સ), સુરેશ રૈના (સધર્ન સ્પાર્ટન્સ), ઇમરાન તાહિર (યુપી બ્રિજ સ્ટાર્સ), યુસુફ પઠાણ (એમપી ટાઇગર્સ) અને તિલકરત્ને દિલશાન (રાજસ્થાન રીગલ્સ) કૅપ્ટનની જવાબદારી સંભાળતા જોવા મળશે. ઇન્ટરનૅશનલ સ્ટાર્સની સાથે સ્થાનિક ક્રિકેટર્સ પણ આ ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે.

ગઈ કાલે પહેલી મૅચમાં સુરેશ રૈનાના ૨૭ બૉલમાં ૪૯ રનની ઇનિંગ્સની મદદથી સધર્ન સ્પાર્ટન્સે ચાર વિકેટ ગુમાવીને શિખર ધવનની નૉર્ધર્ન ચૅલેન્જર્સને ૨૦૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

surat cricket news sports sports news shikhar dhawan suresh raina irfan pathan yusuf pathan