રવિવારે ક્રિકેટ બોર્ડ કરશે પાંચ ચૅમ્પિયન ભારતીય ટીમને નમન

12 March, 2026 11:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં યોજાનારા ભારતીય ક્રિકેટ બોર્ડના વાર્ષિક અવૉર્ડ સમારોહમાં સન્માન કરવામાં આવશે વિશ્વવિજેતાઓનું

ફાઇલ તસવીર

રવિવારે, ૧૫ માર્ચે દિલ્હીમાં ભારતીય ક્રિકેટ બોર્ડનો વાર્ષિક ‘BCCI નમન અવૉર્ડ્‍સ’ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ દરમ્યાન બોર્ડ દ્વારા તાજેતરમાં ICC ટ્રોફી જીતનાર પાંચ ભારતીય ટીમનું સન્માન કરવામાં આવશે.

ખેલાડીઓને વધુ તકલીફ ન પડે એટલે ઍરપોર્ટની બાજુમાં જ આવેલી એક ફાઇવસ્ટાર હોટેલમાં યોજાનારા આ સમારોહમાં રવિવારે T20 મેન્સ વર્લ્ડ કપ જીતનાર સૂર્યકુમાર યાદવની ટીમ ઉપરાંત ગયા વર્ષે ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઇન્ડિયા તેમ જ પ્રથમ વાર મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતનાર હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની તેમ જ અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર બૉય્ઝ અને ગર્લ્સની ટીમોને નવાજવામાં આવશે.

મંગળવારે ક્રિકેટ બોર્ડે સૂર્યકુમારની સેનાને મેન્સ T20 વર્લ્ડ કપ જીતવા બદલ બમ્પર ૧૩૧ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.

board of control for cricket in india indian cricket team team india indian womens cricket team new delhi suryakumar yadav harmanpreet kaur cricket news sports sports news