13 February, 2025 07:09 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ.
ટેસ્ટ-સિરીઝમાં ૨-૦થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કરનાર ઑસ્ટ્રેલિયન ટીમ આજથી શ્રીલંકા સામે બે મૅચની વન-ડે સિરીઝ રમશે. શરૂઆતમાં કોલંબોમાં બન્ને વચ્ચે ફક્ત એક જ વન-ડે મૅચ રમાવાની હતી, પરંતુ કાંગારૂ ટીમે ચૅમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે આ ટૂર પર વધુ એક વન-ડે ઉમેરીને સિરીઝ રમવાનો નિર્ણય કર્યો હતો.
આ સિરીઝમાં પણ સ્ટીવ સ્મિથ કાંગારૂ ટીમનું નેતૃત્વ કરશે. વન-ડે ફૉર્મેટમાં સ્મિથે ૫૯ મૅચમાં કૅપ્ટન્સી કરી છે જેમાંથી ૩૧ મૅચમાં જીત અને પચીસ મૅચમાં હાર મળી છે, જ્યારે ત્રણ મૅચ નો-રિઝલ્ટ રહી હતી. પૅટ કમિન્સ, જોસ હેઝલવુડ, માર્કસ સ્ટોઇનિસ અને મિચલ માર્શ જેવા સ્ટાર પ્લેયર્સની ગેરહાજરીમાં આ ટીમ પાસે ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં બેસ્ટ ટીમ-કૉમ્બિનેશન શોધવાની અંતિમ તક રહેશે. શ્રીલંકામાં બન્ને ટીમ વચ્ચે છ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાં બન્નેએ ૩ -૩ સિરીઝ જીતી છે.
વન-ડે ફૉર્મેટમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૦૪ |
ઑસ્ટ્રેલિયાની જીત |
૬૪ |
શ્રીલંકાની જીત |
૩૬ |
નો-રિઝલ્ટ |
૦૪ |