જુઓ ડેવિડ વૉર્નરનો ફિલ્મી અવતાર 

20 September, 2024 12:35 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

વાઈટ શર્ટ, ગોલ્ડન ગન અને શરીર પર ટૅટૂ

ડેવિડ વૉર્નર

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ડેવિડ વૉર્નર હવે પોતાની ઍક્ટિંગ અને ડાન્સ-સ્કિલ પર કામ કરતો જોવા મળી રહ્યો છે. હાલમાં તે ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક ફિલ્મનું શૂટિંગ કરતો હતો જ્યાં તે વાઇટ શર્ટ, ગોલ્ડન ગન અને શરીર પર ટૅટૂ સાથે જોવા મળ્યો હતો.

વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળ્યું હતું કે તે હેલિકૉપ્ટરમાંથી બહાર આવીને કૅન્ડી ખાઈને કેટલાક બૉડીગાર્ડને ગોલ્ડન ગનથી ડરાવી રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવનાર આ ક્રિકેટર હવે ફિલ્મી પડદે મનોરંજન આપતો જોવા મળશે. 

 

 

david warner international cricket australia cricketer sports news hollywood news