14 January, 2025 08:33 AM IST | London | Gujarati Mid-day Correspondent
લંડનના ટાવર બ્રિજ, બિગ બેન અને લંડન આઇ સહિતનાં પ્રસિદ્ધ સ્થળોએ આ ચમકતી ટ્રોફી પહોંચી હતી.
ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની વિજેતા ઑસ્ટ્રેલિયન ટીમે પણ પોતાની સ્ક્વૉડ જાહેર કરી છે. આ ટીમમાં વર્લ્ડ કપ વિજેતા સ્ક્વૉડના ૧૨ પ્લેયર્સને સ્થાન મળ્યું છે. આ ૧૫ સભ્યોની સ્ક્વૉડમાં ડેવિડ વૉર્નર, કૅમરન ગ્રીન અને શૉં ઍબૉટને સ્થાને ઑલરાઉન્ડર ઍરોન હાર્ડી, ટૉપ ઑર્ડર બૅટર મૅટ શૉર્ટ અને મીડિયમ ફાસ્ટ બોલર નૅથન એલિસને ટીમમાં સ્થાન મળ્યું છે.
ઇન્જરી છતાં અનુભવી પ્લેયર્સને કાંગારૂ ટીમમાં સ્થાન મળ્યું છે. કૅપ્ટન પૅટ કમિન્સ, ઑલરાઉન્ડર મિચલ માર્શ, ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને મિચલ સ્ટાર્ક ભારત સામેની બૉર્ડર-ગાવસકર ટ્રોફી સમયે ઇન્જર્ડ થયા હતા. ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન તેમની ફિટનેસ અને પ્રદર્શન પર આખી દુનિયાની નજર રહેશે. કોઈ નવા ચહેરાને આ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું નથી. ઑસ્ટ્રેલિયા સાથે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાની ટીમે પણ આ ટુર્નામેન્ટ માટે પોતાની સ્ક્વૉડ જાહેર કરી છે.
અંગ્રેજોના દેશમાંથી ભારત આવશે ચૅમ્પિયન્સ ટ્રોફીની
ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી-ટૂર હાલમાં અંગ્રેજોના દેશ બ્રિટનમાં પહોંચી છે. લંડનના ટાવર બ્રિજ, બિગ બેન અને લંડન આઇ સહિતનાં પ્રસિદ્ધ સ્થળોએ આ ચમકતી ટ્રોફી પહોંચી હતી. ICCની વેબસાઇટ અનુસાર ૧૫થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન આ ટ્રોફીની ટૂર ભારતમાં થશે. ૨૭ જાન્યુઆરીએ ફરી આ ટ્રોફી યજમાન દેશ પાકિસ્તાનમાં પહોંચશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ૭ દેશમાં આ ટ્રોફી પહોંચી ચૂકી છે.
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે અફઘાનિસ્તાનની ટીમ
હશમતુલ્લાહ શાહિદી (કૅપ્ટન), રહમત શાહ (વાઇસ-કૅપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ, ઇકરામ અલીખીલ, ઇબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદીન નયાબ, રાશિદ ખાન, અલ્લાહ મોહમ્મદ ગઝનફર, નૂર અહમદ, ફઝલ હક ફારુકી, નવીદ ઝદરાન અને ફરીદ અહમદ મલિક.
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે આૅસ્ટ્રેલિયન ટીમ
પૅટ કમિન્સ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી, નૅથન એલિસ, અરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રૅવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લબુશેન, મિચલ માર્શ, ગ્લેન મૅક્સવેલ, મૅટ શૉર્ટ, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઇનિસ, ઍડમ ઝૅમ્પા.
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે સાઉથ આફ્રિકન ટીમ
ટેમ્બા બવુમા (કૅપ્ટન), ટોની ડી જ્યૉર્જી, માર્કો યાન્સન, હેન્રિક ક્લાસેન, કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, વિઆન મલ્ડર, લુન્ગી ઍન્ગિડી, ઍન્રિક નોર્ખિયા, કૅગિસો રબાડા, રાયન રિકલ્ટન, તબ્રેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રૅસી વૅન ડર ડુસેન.