21 September, 2026 02:48 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
શ્રીલંકન કૅપ્ટન ચામરી અથાપથુએ પાકિસ્તાન સામે તોફાની ઇનિંગ્સ રમી.
એશિયન ગેમ્સ 2026ની વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં ગઈ કાલે પહેલી સેમી-ફાઇનલ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાએ પોતાનો હાઇએસ્ટ ૧૭૮ રનનો T20 ટાર્ગેટ ચેઝ કરીને એશિયન ગેમ્સ ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. પાકિસ્તાને ૧૭૭/૪નો સ્કોર કર્યો હતો. શ્રીલંકાએ કૅપ્ટન ચામરી અથાપથુની તોફાની બૅટિંગની મદદથી ૧૭.૫ ઓવરમાં બે વિકેટે ૧૭૮ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. શ્રીલંકન કૅપ્ટને ૫૦ બૉલમાં સાત ફોર અને ૬ સિક્સની મદદથી અણનમ ૮૩ રન કર્યા હતા.