ચંડીગઢ યુનિવર્સિટીએ પોતાના સ્ટુડન્ટ અર્શદીપ સિંહનું કર્યું ગ્રૅન્ડ વેલકમ

21 July, 2024 08:20 AM IST  |  Chandigrah | Gujarati Mid-day Correspondent

અર્શદીપ સિંહને હાલમાં તેની યુનિવર્સિટીમાં ગ્રૅન્ડ વેલકમ મળ્યું હતું

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

T20 વર્લ્ડ કપ 2024માં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર બોલર અર્શદીપ સિંહને હાલમાં તેની યુનિવર્સિટીમાં ગ્રૅન્ડ વેલકમ મળ્યું હતું. ચંડીગઢ યુનિવર્સિટીમાં પુષ્પવર્ષા, ઢોલ-નગારાં અને મોટાં પોસ્ટર્સની મદદથી અર્શદીપ સિંહ અને તેની ફૅમિલીનું યાદગાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અર્શદીપ સિંહ પોતાની ફૅમિલી સાથે ઓપન જીપમાં જોવા મળ્યો હતો.

arshdeep singh t20 world cup chandigarh india indian cricket team sports sports news cricket news