અંબાતી રાયુડુ રાજકારણમાં

29 December, 2023 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલમાં એ પહેલાં તે મુંબઈ ઇન્ડિન્સ અને છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. ‍‍

અંબાતી રાયુડુ, આંધ્ર પ્રદેશના મુંખ્ય પ્રધાન વાય. એસ. જગને

આઇપીએલની ગઈ સીઝન બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર અંબાતી રાયુડુએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. રાયુડુને ગઈ કાલે આંધ્ર પ્રદેશના મુંખ્ય પ્રધાન વાય. એસ. જગને ખેસ પહેરાવીને વાયએસઆર કૉન્ગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. રાયુડુએ ભારત વતી રમતાં ૫૫ વન-ડેમાં ૪૭.૦૬ની ઍવરેજથી ૧૬૯૪ રન બનાવ્યા હતા. આઇપીએલમાં એ પહેલાં તે મુંબઈ ઇન્ડિન્સ અને છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. ‍‍

sports news sports cricket news indian cricket team ambati rayudu