24 November, 2026 02:38 PM IST | Cape town | Gujarati Mid-day Correspondent
એબી ડિવિલિયર્સ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સે ઑસ્ટ્રેલિયા સામેની ૨૦૧૮ની ટેસ્ટ-સિરીઝ વિશે મોટો ખુલાસો કર્યો છે. ડિવિલિયર્સે ઉસ્માન ખ્વાજાના એ દાવાઓને પણ સમર્થન આપ્યું કે
બૉલ-ટૅમ્પરિંગમાં આખી ઑસ્ટ્રેલિયન ટીમ સામેલ હતી.
એ.બી. ડિવિલિયર્સે કહ્યું હતું કે ‘કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન સૅન્ડપેપર કાંડ પકડાયો પરંતુ આની શરૂઆત ડરબનમાં પહેલી ટેસ્ટ-મૅચથી જ થઈ ગઈ હતી. એ હારેલી ટેસ્ટ-મૅચમાં બૉલ ખૂબ જ અસામાન્ય સમયે રિવર્સ-સ્વિંગ થવા લાગ્યો હતો. એ મેદાન પર આટલી વહેલી તકે બોલનું રિવર્સ-સ્વિંગ થવું એ અત્યંત અસામાન્ય બાબત હતી. હું કોઈ એવો સંત નથી કે જે બીજા પર આંગળી ચીંધતો ફરે. અમે પણ અમારી કરીઅરમાં બૉલ સાથે છેડછાડ કરવાનો કે થોડો લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમે ક્યારેય એટલા મૂર્ખ નહોતા કે મેદાન પર કોઈ બહારની વસ્તુ લઈ આવીએ અને ખુલ્લેઆમ છેતરપિંડી કરીએ. ઑસ્ટ્રેલિયન ટીમે મેદાન પર ગેરકાયદે કૃત્ય કરવાનો નિર્ણય જાણીજોઈને લીધો અને એમની આખી ટીમના સૌ કોઈ એ કૃત્યથી વાકેફ હતા.’