22 March, 2025 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનો સોશ્યલ મીડિયા પર વાઇરલ ફોટો
ભારતને વર્લ્ડ કપ જિતાડી આપનાર કૅપ્ટન કપિલ દેવ (૧૯૮૩), મહેન્દ્ર સિંહ ધોની (૨૦૦૭ અને ૨૦૧૧) અને રોહિત શર્મા (૨૦૨૪) હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તેઓ એક ઍડ-શૂટમાં સાથે જોવા મળ્યા હતા. તેમની ઍડનો વિડિયો અને એક ફ્રેમમાં ત્રણેય વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન્સવાળો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.