સ્મશાનમાં સળગતી ચિતાની આગ લઈને હુક્કો સળગાવ્યો

14 April, 2026 08:43 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

એક યુવાન સળગતી ચિતાની આગથી હુક્કો સળગાવે છે. આ વિડિયો વાઇરલ થતાં પોલીસે યુવાનને પકડી લીધો છે. આ માત્ર વાઇરલ વિડિયો જ નથી, એ સામાજિક મર્યાદાઓ અને માનવીય સંવેદનાઓ પર પણ એક સવાલ છે.

સ્મશાનમાં સળગતી ચિતાની આગ લઈને હુક્કો સળગાવ્યો

ઉત્તર પ્રદેશના હાપુડમાં એક સ્મશાનઘાટનો વિડિયો લોકોને હેરાન કરી રહ્યો છે. એક યુવાન સળગતી ચિતાની આગથી હુક્કો સળગાવે છે. આ વિડિયો વાઇરલ થતાં પોલીસે યુવાનને પકડી લીધો છે. આ માત્ર વાઇરલ વિડિયો જ નથી, એ સામાજિક મર્યાદાઓ અને માનવીય સંવેદનાઓ પર પણ એક સવાલ છે. ગામના ૭૫ વર્ષનાં મુન્નીદેવી નામનાં માજીનું મૃત્યુ થયું હતું. તેમના અગ્નિસંસ્કાર પછી જેવા તેમના પરિજનો થોડા આઘાપાછા થયા કે કેટલાક યુવક ત્યાં પહોંચ્યા. એક યુવાને ચિતાની આગમાંથી હુક્કો સળગાવ્યો અને ત્યાં જ બેસીને વાતે વળગ્યા. યુવાનોનો આ કૅઝ્યુઅલ અપ્રોચ કોઈકે કૅમેરામાં કેદ કરી લીધો. પછીથી પોલીસે યુવાનને પકડીને બરાબર ઠમઠોર્યો હતો.

uttar pradesh national news offbeat news india Bharat