23 May, 2024 03:52 PM IST | Vienna | Gujarati Mid-day Correspondent
કાર-રેસિંગ
વિખ્યાત ફૉર્મ્યુલા-વન કારરેસમાં અત્યાર સુધી માત્ર પુરુષોનું આધિપત્ય રહ્યું છે. જોકે હવે આ સુપરફાસ્ટ કાર-રેસિંગમાં ઝંપલાવવા માટે મહિલાઓ તૈયારી કરી રહી છે. યુરોપિયન દેશ ઑસ્ટ્રિયામાં યુવતીઓને કાર-રેસિંગની ટ્રેઇનિંગ આપવા માટે મોર ધૅન ઇક્વલ ગ્લોબલ ડ્રાઇવર ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. એમાં કાર-રેસિંગનું પૅશન ધરાવતી યુવતીઓને ખાસ ફૉર્મ્યુલા-વન માટે ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે. સાઉથ આફ્રિકાની ડિઝાયર વિલ્સન એફ-વન જીતનાર એકમાત્ર મહિલા છે અને તે ૧૯૮૦માં આ સ્પર્ધા જીતી હતી.