01 November, 2026 01:23 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના સુમેર ગ્રામપંચાયતમાં સરપંચપદની ઉમેદવાર મનભરબાઈ ચૂંટણીપ્રચારમાં એટલી મગ્ન થઈ ગઈ કે તે નિર્ધારિત સમય સુધીમાં પોતાનું ઉમેદવારી ફૉર્મ જમા કરાવવાનું ભૂલી ગઈ હતી. પોતાની ભૂલ સમજાઈ ગયા બાદ મનભરબાઈએ ઝોનલ મૅજિસ્ટ્રેટનું વાહન રોક્યું હતું અને તેમને વિનંતી કરી હતી. જોકે સમય પૂરો થઈ ગયો હોવાથી તેનું ઉમેદવારીપત્ર લેવામાં આવ્યું નહોતું. આ આઘાતથી તે રસ્તા પર જ બેભાન થઈ ગઈ હતી અને તેમની સાસુ પણ બેહોશ થઈ ગઈ હતી.
ચૂંટણી જાહેર થયા બાદ તે ઉત્સાહપૂર્વક ગામમાં ઘરે-ઘરે જઈને, મતદારોનો સંપર્ક કરીને સમર્થન મેળવી રહી હતી; પરંતુ ચૂંટણી લડવા માટે જરૂરી સૌથી મહત્ત્વપૂર્ણ ઉમેદવારી ફૉર્મ જમા કરાવવાનું ભૂલી ગઈ હતી. પંચાયતરાજ ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં રિટર્નિંગ ઑફિસર પાસે પોતાનું ઉમેદવારીપત્ર ભરવું ફરજિયાત છે. જાહેર સંપર્કમાં વ્યસ્ત મનભરબાઈ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખનો ખ્યાલ રાખવાનું ભૂલી ગઈ હતી અને મોડી પડી હતી.