જેલમાં બંધ બૉયફ્રેન્ડનો ચહેરો પોતાના મોઢા પર છૂંદાવ્યો

14 December, 2025 02:02 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ચહેરા પર આવું કાયમી ટૅટૂ બનાવવાનો નિર્ણય જો ક્યારેક અફસોસમાં પરિણમે તો એ પછીનું જીવન બહુ દુખદાયી રહે છે. 

મહિલાનું કહેવું છે કે આ ટૅટૂ તેના પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે

‍પ્રેમમાં પડેલી વ્યક્તિ પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ પણ હદ પાર કરી જાય. આવું જ કંઈક વિદેશની એક યુવતીએ કર્યું છે. તેણે પોતાના બૉયફ્રેન્ડનો ચહેરાનું ટૅટૂ પોતાના સાઇડ ફેસ પર છૂંદાવ્યું છે. ચહેરાની સાથે ટૅટૂમાં લખ્યું છે Free mine. મતલબ કે મારાવાળાને ફ્રી કરો. મહિલાનું કહેવું છે કે આ ટૅટૂ તેના પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે અને તે જ્યાં સુધી જેલમાં રહેશે ત્યાં સુધી તે આ રીતે મારી સાથે રહેશે. સોશ્યલ મીડિયાની આ પોસ્ટમાં જે તસવીર શૅર થઈ છે એ જોઈને જ અચંબિત થઈ જવાય એવું છે, પરંતુ ચર્ચા એ છે કે આ ખરેખર અસલી હશે કે નહીં? કેટલાકને યુવતીના પ્રેમ અને બૉયફ્રેન્ડ પ્રત્યેના કમિટમેન્ટ માટે માન થાય છે તો કેટલાકનું કહેવું છે કે ચહેરા પર આવું કાયમી ટૅટૂ બનાવવાનો નિર્ણય જો ક્યારેક અફસોસમાં પરિણમે તો એ પછીનું જીવન બહુ દુખદાયી રહે છે. 

offbeat news social media international news world news