મહિલાએ ગર્ભનિરોધક આંકડી પહેરી હતી છતાં બાળક જન્મ્યું, તેના હાથમાં એ આંકડી હતી

04 October, 2025 12:46 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

મહિલાએ ગર્ભનિરોધક આંકડી પહેરી હતી છતાં પ્રેગ્નન્સી રહી, બાળક જન્મ્યું ત્યારે તેના હાથમાં એ આંકડી હતી

ડૉક્ટરે બાળકનો એવો ફોટો પાડીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો

ગર્ભનિરોધક તરીકે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ (IUD) કે T શેપની આંકડી જેવું એક ડિવાઇસ વપરાય છે. એ ચોક્કસ હૉર્મોન્સ સતત ઝરતાં રાખીને મહિલાને પ્રેગ્નન્સીથી રક્ષણ આપે છે. જોકે આ આંકડી ૧૦૦ ટકા સેફ નથી. ગર્ભનિરોધક પહેર્યા પછી પણ મહિલાઓ ગર્ભવતી થઈ જાય છે. જોકે બ્રાઝિલના નેરોપોલિસમાં તો એથીયે આગળનું અચરજ થાય એવી  ઘટના ઘટી હતી. બ્રાઝિલના નેરોપોલિસ શહેરમાં રહેતી કેડી અરાઉલો ઓલિવેરા નામના મહિલા બે વર્ષથી આ આંકડી પહેરતી હતી એમ છતાં તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.

થોડા દિવસ પહેલાં તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. બાળક જન્મ્યું ત્યારે તેના હાથમાં કૉપર-ટી હતી. ડૉક્ટરે બાળકનો એવો ફોટો પાડીને સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું, ‘મારી વિક્ટરીની ટ્રોફી. આ આંકડી પણ મને આવતાં રોકી ન શકી.’ IUD ૯૯ ટકા અસરકારક  હોય છે, પરંતુ ક્યારેક એ ફેલ થાય એવી સંભાવના હોવાથી એને સંપૂર્ણ સેફ માની શકાતી નથી. 

offbeat news international news world news brazil