Video: સલૂનમાં વાંદરો માણી રહ્યો છે મસાજનો આનંદ, લોકોએ કહ્યું “VIP કસ્ટમર છે…”

21 September, 2026 06:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વીડિયો વાયરલ થયા બાદ, સોશિયલ મીડિયા યુઝર્સે વાંદરાના વર્તન પર રમુજી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ તેને ‘VIP ગ્રાહક’નું નામ આપ્યું છે. અન્ય લોકોએ મજાકમાં ટિપ્પણી કરી કે વાંદરાને સલૂનની માલિશ ખૂબ ગમી ગઈ છે અને તે ત્યાંથી જવાનો કોઈ મૂડમાં નથી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

સોશિયલ મીડિયા પર એક વાંદરાના વીડિયોએ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં વાંદરો અચાનક એક સલૂનમાં આવી પહોંચ્યો અને તે સલૂનની ખુરશી પર બેસે છે અને વાળંદ તેના માથાની માલિશ કરવાનું શરૂ કરે છે. વાંદરો કોઈપણ પ્રકારની અશાંતિ કે ધમાલ કર્યા વિના આરામથી માલિશનો આનંદ માણતો જોવા મળે છે. આ ઘટના કઈ જગ્યાએ બની છે તેની ચોક્કસ માહિતી હજી સુધી જાણવા મળી નથી.

સોશિયલ મીડિયા યુઝર્સે તેને `VIP ગ્રાહક` ગણાવ્યો

વીડિયો વાયરલ થયા બાદ, સોશિયલ મીડિયા યુઝર્સે વાંદરાના વર્તન પર રમુજી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ તેને ‘VIP ગ્રાહક’નું નામ આપ્યું છે. અન્ય લોકોએ મજાકમાં ટિપ્પણી કરી કે વાંદરાને સલૂનની માલિશ ખૂબ ગમી ગઈ છે અને તે ત્યાંથી જવાનો કોઈ મૂડમાં નથી. લોકોએ વાંદરાની આરામદાયક મુદ્રા વિશે પણ રમુજી ટિપ્પણીઓ કરી હતી. કેટલાક યુઝર્સે નોંધ્યું હતું કે તેના વર્તન પરથી એવું લાગતું હતું કે જાણે તે વાળંદને માલિશ ચાલુ રાખવાનું કહી રહ્યો હોય. વીડિયોમાં વાંદરો થોડા સમય માટે સલૂનની ખુરશી પર આરામ કરતો જોવા મળે છે. આ અનોખી ઘટનાએ સોશિયલ મીડિયા યુઝર્સનું મનોરંજન કર્યું છે.

૮૯૦ કિલો વજનનો આ ઘોડો છે દુનિયાનો સૌથી ઊંચો હૉર્સ

ભારતીય ઘોડાઓની વાત કરીએ તો મારવાડી ઘોડા સૌથી ઊંચા, કદાવર અને ચપળ હોય છે. એની ઊંચાઈ પાંચથી સાડાપાંચ ફુટ જેટલી હોય છે. જોકે દુનિયાના સૌથી ઊંચા ઘોડાની હાઇટ છે ૬ ફુટ અને ૬ ઇંચ જેટલી. બ્રિટનના નૉર્થમ્પ્ટનશરમાં રહેતો ૪ વર્ષનો શાયર પ્રજાતિનો હ્યુગો નામનો ઘોડો દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે. એ માત્ર ૧૮ મહિનાનો હતો ત્યારે એનું કદ એક ઍવરેજ ઘોડા જેવડું થઈ ચૂક્યું હતું. બ્રેટ અને લિસા નામના યુગલે પાળેલા આ ઘોડાની હાઇટ ૧૯૯ સેન્ટિમીટર છે. હાઇટની સાથે વજન પણ એટલું જ ખાસ છે. સામાન્ય રીતે ઊંચા કદના ઘોડાઓમાં આક્રમકતા આવી જતી હોય છે, પરંતુ પૂરા ૮૯૦ કિલોનું વજન ધરાવતા હ્યુગો માટે એના માલિક બ્રેટનું કહેવું છે કે કદકાઠીમાં ખૂબ વધારે હોવા છતાં ઘોડાનો સ્વભાવ ખૂબ જ નરમ છે. એક વફાદાર ડૉગી જેવો કહ્યાગરો, શરમાળ અને બધા સાથે હળીમળી જાય એવો છે. હ્યુગોની હાઇટને કારણે એના પર ચડવાનું બહુ અઘરું છે. ઘોડા પર ચડવા માટે પાસે ખુરસી કે હૉપ-અપ ટેબલ રાખો તો જ એની પીઠ પર ચડવું સંભવ છે. હાઇટ અને વજનને કારણે હ્યુગોભાઈ સ્થાનિક તહેવારોમાં અને અશ્વો માટે થતા શોઝમાં ખાસ હાજરી આપે છે. પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે ઘોડાનું કદ ૭-૮ વર્ષ સુધી થોડું-થોડું વધતું રહેતું હોય છે એનો મતલબ એ કે હજીયે હ્યુગોની હાઇટ વધી શકે છે. જોકે હ્યુગો કરતાંય ઊંચો એક ઘોડો ભૂતકાળમાં થઈ ચૂક્યો છે. અમેરિકાના વિસ્કૉન્સિનમાં બિગ જૅક નામનો ઘોડો હતો એની હાઇટ ૬ ફુટ અને ૯ ઇંચ જેટલી હતી જે ૨૦૨૧માં મૃત્યુ પામ્યો હતો.

offbeat news viral videos social media national news new delhi