07 January, 2026 03:09 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પ્રાણીપ્રેમની મિસાલ કહેવાય એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે. એક માણસ ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલા પંખીને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને ક્રેન પર લટકી ગયો હતો. એક પંખી ઊંચે તાર પર લટક્યું હતું અને ફફડી રહ્યું હતું. આસપાસમાં કંઈ જ બીજું ન મળ્યું તો તેણે ક્રેનની મદદથી પંખીને છોડાવવાનું બીડું ઝડપ્યું. આ ઘટના પંજાબની હોવાનું કહેવાઈ રહ્યું છે. ખૂબ મહેનત પછી તે માણસ પંખીને મુક્ત કરી શકે છે. આ વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થઈ હતી અને પંખીને બચાવનારા હીરોએ લોકોની શાબાશી અને પ્રશંસા મેળવી હતી. આ ઘટના એક ગુરુદ્વારાની બહાર બની હતી.