31 May, 2024 12:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી મેટ્રોમાં થયેલી લડાઈનો સ્ક્રીન ગ્રેબ (સૌજન્ય સોશિયલ મીડિયા)
દેશની રાજધાની દિલ્હીની મેટ્રો ટ્રેન વિવાદ અને ચિત્ર વિચિત્ર ઘટનાઓને લીધે ચર્ચામાં રહે છે. મેટ્રોમાં કપલની કિસીંગ કરવાની ઘટના હોય કે પછી પ્રવાસીઓ વચ્ચેનો ઝઘડો આ પ્રકારના નેક અનેક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video) થાતાં હોય છે. તાજેતરમાં દિલ્હી મેટ્રોમાં બે છોકરાઓ વચ્ચે ઝઘડો થવા હોવાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને છોકરાઓ ઝઘડા દરમિયાન યમુનાપાર અને સાઉથ દિલ્હીના નામ પણ લે છે.
દિલ્હી મેટ્રોમાં (Viral Video) બે યુવાનો વચ્ચે વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) એક છોકરો કહે છે કે, હું યમુનાપારમાંથી છું, બતો શું કરીશ. તેના પર પ્રતિક્રિયા આપતા બીજું છોકરો કહે છે, મારી પાસે કાર છે... ત્યારે પહેલો છોકરો કહે છે કે, તો કાર છે તો હું શું કરું. જોકે, આ વીડિયોને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ કહી રહ્યા છે કે, આ સ્ક્રિપ્ટેડ વીડિયો છે, કેમ કે જો આ ખરેખર દિલ્હીમાં થાય, તો ઝઘડો શરૂ થયાના થોડા જ સમયમાં બંને વચ્ચે ફ્રી સ્ટાઈલ મારપીટ શરૂ થઈ હત.
આ વિડિઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર ‘ઘરકેકલેશ’ નામના એકાઉન્ટ પર 30 મી મેએ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરીને (Viral Video) કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે દિલ્હી મેટ્રોમાં બે છોકરાઓ વચ્ચે થયો ઝઘડો, યમુનાપાર વર્સેસ સાઉથ દિલ્હી. આ વીડિયોને 3 લાખ કરતાં વધુ વ્યૂઝ (Viral Video) અને સાડા ત્રણ હજાર કરતાં વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. તેમજ હજારો યુઝર્સે વીડિયોને શેર કરીને કામેન્ટ પણ કરી છે.
જોકે, આ વીડિયોને જોઈને અનેક લોકો કહી રહ્યા છે કે આ લડાઈ સ્ક્રીપટેડ છે. બીજાએ કહ્યું કે, ખરેખર દિલ્હીવાળા હોત તો લડાઈ કયારની શરૂ થઈ ગઈ હોત. ત્રીજાએ કહ્યું કે, દિલ્હી મેટ્રોમાં ઝઘડો (Viral Video) તો હંમેશા થતો જ હોય છે! તેમ જ એક અન્ય યુઝરે લખ્યું ભાઈ, આ મેટ્રોમાં કૅમેરામેન ફિક્સ કર્યો છે કે જે દરેક ઘટનાનો વીડિયો સૌથી બેસ્ટ એંગલથી શૂટ કરે છે, પણ આ વીડિયોને જોઈને તમને શું લાગે છે તે જણાવો.
ઉલ્લેખનીય છે કે દિલ્હી મેટ્રોના (Viral Video) અનેક વીડિયો વાઇરલ થતાં જ હોય છે. થોડા સમય પહેલા એક વ્યક્તિ દિલ્હી મેટ્રોમાં માસ્ટરબેશન કરતાં પણ પકડાયો હતો, તો બીજા કિસ્સામાં એક મહિલા તો બિકિની પહેરીને પ્રવાસ કર્યો હતો. મેટ્રો ટ્રેનમાં આવી હરકર કરનાર લોકો સામે પ્રશાસન કડક કાર્યવાહી પણ કરે છે અને તેમના પ્રવાસ કરવા પર પણ પ્રતિબંધ મૂકે છે. દિલ્હી મેટ્રોથી પ્રેરિત થઈને મુંબઈની મેટ્રોમાં પણ લોકોએ રિલ્સ બનાવવાનું શરૂ કર્યું છે.