ખૈનીખાઉઓ નહીં સુધરે પ્લેનમાં બેસતાં પહેલાંય ખાઈ લીધી

25 August, 2024 12:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર એક વિડિયો ફરી રહ્યો છે એ પ્રમાણે પ્રવાસીઓ વિમાનમાં જઈ રહ્યા છે.

માણસ પ્લેનના દરવાજે ઊભો છે. તે ત્યાં જ ખૈની મસળે છે અને કોઈનું ધ્યાન ન જાય એ રીતે મોઢામાં મૂકી દે છે.

વ્યસન અને વળગણ ક્યાંય અને ક્યારેય છાનાં ન રહે એ આનું નામ. સોશ્યલ મીડિયા પર એક વિડિયો ફરી રહ્યો છે એ પ્રમાણે પ્રવાસીઓ વિમાનમાં જઈ રહ્યા છે. તેઓ વારાફરતી અંદર જઈ રહ્યા છે, પરંતુ પોતાનો વારો આવે એની રાહ જોઈને એક માણસ પ્લેનના દરવાજે ઊભો છે. તે ત્યાં જ ખૈની મસળે છે અને કોઈનું ધ્યાન ન જાય એ રીતે મોઢામાં મૂકી દે છે.

offbeat news viral videos social media national news air india