11 October, 2023 09:48 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ
આ દિવસોમાં `દિલ્હી મેટ્રો` (Delhi Metro) તેની સેવાને બદલે કેટલાક મુસાફરોની વિચિત્ર હરકતો માટે સોશિયલ મીડિયા (Social Media) પર વધુ ચર્ચામાં છે. રોમાન્સથી લઈને ડાન્સ, ઝઘડા અને કોણ જાણે બીજું શું-શું દિલ્હી મેટ્રોમાં જોવા મળ્યું છે, પરંતુ આ દિવસોમાં એક કપલે મેટ્રોમાં એવો કારનામો કર્યો છે કે લોકોએ આંખ આડા કાન કરવા પડ્યા છે. હવે આ કપલનો વીડિયો (Viral Video) વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે, જેને જોયા બાદ લોકો આ કપલની ટીકા કરી રહ્યા છે.
દરરોજ ડાન્સ, સિંગિંગ અને રોમાન્સ જોયા બાદ કોઈએ વિચાર્યું પણ નહોતું કે મેટ્રોમાં કોઈ આવું પણ કામ કરશે. આ વીડિયોને @ShashikantY10 દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, “શું દિલ્હી મેટ્રોને હવે બંધ કરી દેવી જોઈએ? અથવા તે મનોરંજન માટે શ્રેષ્ઠ સ્થળ છે?” જ્યારે અન્ય યુઝર્સે પણ કૉમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એક વ્યક્તિએ લખ્યું કે મેટ્રોમાં મુસાફરી હવે સુખદ અનુભવ નથી. જ્યારે અન્ય એકે DMRCને ટેગ કરી અને લખ્યું કે આ બધું જોવા માટે મેટ્રોમાં બેસો.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી મેટ્રો કોચની સીટ પર બેઠી છે, જ્યારે યુવક તેની સામે ફ્લોર પર બેઠો છે. તે ઠંડાપીણાંનું કેન ખોલે છે અને છોકરીના મોંમાં રેડે છે. આ પછી એક વિચિત્ર રમત શરૂ થાય છે. યુવતી પીણું ગળતી નથી, પરંતુ તેના મોં વડે યુવકના મોંમાં થૂંકે છે. આ પછી છોકરો પીણું છોકરીના મોંમાં નાખે છે. આ પ્રક્રિયા થોડો સમય ચાલુ રહે છે અને અંતે છોકરો પીણું ગળી જાય છે. આ કૃત્ય જોઈને મેટ્રો કોચમાં બેઠેલા મુસાફરો મોઢું ફેરવી લે છે, પરંતુ રોમાન્સનું આ વિચિત્ર કૃત્યથી સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ જ નારાજ દેખાયા હતા. લોકોએ કપલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી મેટ્રો કોચની સીટ પર બેઠી છે જ્યારે યુવક તેની સામે ફ્લોર પર બેઠો છે. તે પીણું ખોલે છે અને છોકરીના મોંમાં રેડે છે. આ પછી એક વિચિત્ર રમત શરૂ થાય છે. હા, યુવતી પીણું ગળતી નથી પરંતુ તેના મોં વડે યુવકના મોંમાં થૂંકે છે. આ પછી છોકરો પીણું છોકરીના મોંમાં નાખે છે. આ પ્રક્રિયા થોડો સમય ચાલુ રહે છે અને અંતે છોકરો પીણું ગળી જાય છે. આ હાસ્યાસ્પદ કૃત્ય જોઈને મેટ્રો કોચમાં બેઠેલા મુસાફરો મોં ફેરવી લે છે. પરંતુ રોમાન્સનું આ વિચિત્ર કૃત્ય સોશિયલ મીડિયા યુઝર્સને બિલકુલ ખુશ નહોતું કર્યું અને તેથી જ લોકોએ કપલ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
આ બાબતને લઈને ડીએમઆરસી (દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન)એ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોને અપીલ કરી છે કે જો તેમની આસપાસ અથવા તેની સામે આવી કોઈ ઘટના બને તો તેમણે તાત્કાલિક મેટ્રો પ્રશાસનનો સંપર્ક કરવો જોઈએ. આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ તેમની ફરિયાદમાં કહ્યું કે, મેટ્રોમાં જે લોકો આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેના સંબંધમાં દિલ્હી મેટ્રો અને કેન્દ્ર સરકારને પત્ર લખો અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કાયમી ધોરણે બંધ કરો. આવી હરકતો માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કરવામાં આવે છે. તેથી, જો એકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરવામાં આવે, તો સંબંધિત વ્યક્તિ તેના ફૉલોઅર્સ વધારવા માટે આવા કાર્યો કરતા પહેલા બે વાર વિચારશે.