બાયોફૅશન શો

28 October, 2024 04:35 PM IST  |  Colombia | Gujarati Mid-day Correspondent

પર્યાવરણને બચાવવા માટે કુદરતી સંસાધનોના સંરક્ષણ માટેની જાગૃતિ લાવવી જરૂરી છે. એ માટે દરેક ક્ષેત્રના લોકો પોતપોતાની રીતે જાગૃતિ કાર્યક્રમ કરતા રહે છે. યુનાઇટેડ નેશન્સની બાયોડાઇવર્સિટી કૉન્ફરન્સ હાલમાં કોલમ્બિયાના કૅલી શહેરમાં ચાલી રહી છે

બાયોફૅશન શો

પર્યાવરણને બચાવવા માટે કુદરતી સંસાધનોના સંરક્ષણ માટેની જાગૃતિ લાવવી જરૂરી છે. એ માટે દરેક ક્ષેત્રના લોકો પોતપોતાની રીતે જાગૃતિ કાર્યક્રમ કરતા રહે છે. યુનાઇટેડ નેશન્સની બાયોડાઇવર્સિટી કૉન્ફરન્સ હાલમાં કોલમ્બિયાના કૅલી શહેરમાં ચાલી રહી છે. આપણે ફૂલો, વનસ્પતિઓ અને ઑર્ગેનિક એલિમેન્ટ્સ સાથે કેવી રીતે જીવવું જોઈએ એ થીમ પર એક બાયોફૅશન શો શરૂ થયો છે. કોલમ્બિયાના વિવિધ ડિઝાઇનરોએ હરિયાળીના સંરક્ષણ માટેનો સંદેશો આપતા કૉસ્ચ્યુમ્સ તૈયાર કર્યા છે એ પહેરીને મૉડલ્સ જાણે હરતીફરતી કુદરતી સિસ્ટમ હોય એવું લાગતું હતું.

environment fashion news fashion international news news world news offbeat news colombia