માના પ્રેમમાં દીકરાએ બનાવ્યો તાજમહલ

02 May, 2026 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બધું લગભગ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે. 

માના પ્રેમમાં દીકરાએ બનાવ્યો તાજમહલ

તામિલનાડુના થિરુવરુર જિલ્લામાં એક દીકરાએ પોતાની માની યાદમાં તાજમહલ જેવી ભવ્ય ઇમારત બનાવી છે. એને લોકો દક્ષિણનો તાજમહલ કહી રહ્યા છે. ૪૯ વર્ષના અમરુદ્દીન નામના ચેન્નઈના બિઝનેસમૅને પોતાની મા જેલાની બીબીની યાદમાં આ બિલ્ડિંગનું નિર્માણ કરાવ્યું છે. આ સ્મારક અમ્માયાપ્પન ગામમાં બનાવ્યું છે. પિતાના મૃત્યુ પછી ૨૦૨૦માં જેલાની બીબીનું મૃત્યુ થયું હતું. માના ગયા પછી અમરુદ્દીન તેમની યાદને હંમેશાં જીવિત રાખવા માગતા હતા. એને કારણે તેમણે પોતાના ગામમાં જ્યાં માએ દેહ છોડ્યો ત્યાં ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો. અમરુદ્દીનનું કહેવું છે કે જેમ તાજમહલ પ્રેમનું પ્રતીક કહેવાય છે એમ હું મા પ્રત્યેના પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે આ સ્મારક બનાવવા માગતો હતો. આ સ્મારક માટે તેમણે રાજસ્થાનથી સફેદ સંગેમરમર મગાવીને મુગલ શૈલીની તાજમહલ જેવી ઇમારત તૈયાર કરાવી હતી. લગભગ એક એકરના વિસ્તારમાં ૮૦૦૦ સ્ક્વેર ફુટમાં બંધાયેલા આ સ્મારકમાં ઊંચી મિનાર પણ બાંધવામાં આવી છે. આ જ પરિસરમાં માની યાદમાં એક મસ્જિદ અને નમાજ પઢવા માટે ભવ્ય હૉલ અને મદરસા પણ છે. આ બધું લગભગ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે. 

taj mahal chennai jihad offbeat news national news