અજાયબ અન્ડરવૉટર ઍક્વેરિયમ

25 April, 2023 01:55 PM IST  |  Shanghai | Gujarati Mid-day Correspondent

૧૯૦૩માં અહીં વિશ્વનું પહેલું એસ્કેલેટર બન્યું હતું,

અજાયબ અન્ડરવૉટર ઍક્વેરિયમ

શાંઘાઈ ચીનનું આર્થિક પાટનગર છે. વળી વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવે છે. અહીંનું અન્ડરવૉટર ઍક્વેરિયમ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માછલીઓને તમારી આસપાસ તરતી જોવી એક લહાવો છે. ૧૯૦૩માં અહીં વિશ્વનું પહેલું એસ્કેલેટર બન્યું હતું, જે એક અજબ વાત છે. હવે નવી ટેક્નૉલૉજીને કારણે આવું એસ્કેટલેટર પાણીની અંદર કાર્યરત છે. શાંઘાઈમાં આવેલું આ ઍક્વેરિયમ ઘણા અર્થમાં અજાયબી જેવું લાગે છે.

અહીં વિવિધ પ્રકારની એશિયન માછલીઓ જોવા મળે છે. માછલીઘરમાં ૫૫૧ ફુટ લાંબી ટનલ છે, જે એના મુલાકાતીઓને દરિયાકાંઠાના ખડકો, મહાસાગરમાં લઈ જાય છે. વિશ્વની આ પ્રકારની આ પહેલી ટનલ છે. વળી આ ટનલમાં અલગ-અલગ પ્રકારના ઝોન પણ છે; જેમાં ચાઇના ઝોન, સાઉથ અમેરિકા ઝોન અને આફ્રિકા ઝોનનો સમાવેશ છે. માછલીપ્રેમીઓ માટે શાંઘાઈનું આ ઍક્વેરિયમ એક અનુભવ લેવા જેવી વસ્તુ છે. વળી આ ઍક્વેરિયમમાં અનેક જેલી ફિશને નજીકથી જોઈ શકાય છે.

offbeat news international news china shanghai