✕

સોનું ખરીદીને લોકો જંગલમાં છુપાવી દો… નૉર્વેમાં આવી સલાહ આપીને ઠગો ૬૪૦ કરોડનું સ્કૅમ કરી ગયા

25 October, 2026 12:58 PM IST  |  Norway | Gujarati Mid-day Correspondent

નૉર્વેમાં લોકો સોનું ખરીદીને એ ચોરાઈ ન જાય એ માટે જંગલમાં જઈને દાટી આવે છે. આવું કરવાનું કારણ એ છે કે અહીં કેટલાક લોકો એવી વાતો ફેલાવી રહ્યા છે કે જંગલમાં દાટી રાખવાથી એ સુરક્ષિત રહેશે અને સોનાની કિંમત પણ વધશે. જોકે આ એક પ્રકારનું સ્કૅમ જ છે.

પ્રતીકાત્મક તસવીર

નૉર્વેમાં લોકો સોનું ખરીદીને એ ચોરાઈ ન જાય એ માટે જંગલમાં જઈને દાટી આવે છે. આવું કરવાનું કારણ એ છે કે અહીં કેટલાક લોકો એવી વાતો ફેલાવી રહ્યા છે કે જંગલમાં દાટી રાખવાથી એ સુરક્ષિત રહેશે અને સોનાની કિંમત પણ વધશે. જોકે આ એક પ્રકારનું સ્કૅમ જ છે. જંગલમાં સોનું મૂકી આવનારા લોકોને પોતાની મહેનતની કમાણીથી ખોવાનો વારો આવ્યો છે. કેટલાક ઠગો ખાસ ટિપ આપીને ભોળા લોકોને જંગલમાં એક ચોક્કસ જગ્યાએ સોનું દાટવાનું કહે છે. આ જગ્યા બહુ પવિત્ર છે અને અહીં અમૂલ્ય ચીજનું મૂલ્ય વધી જાય છે એવું કહેવામાં આવે છે. નવાઈની વાત એ છે કે લોકો એ માની પણ લે છે. નૉર્વેમાં ગયા વર્ષે બૅન્ક અને એના ગ્રાહકોને આને કારણે ૮૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બૅન્કોએ જાગૃતિ ફેલાવીને બીજા ૩૧૦૦ કરોડ રૂપિયાનું સ્કૅમ થતું અટકાવ્યું હોવાનો દાવો કર્યો છે.   

norway international news social networking site social media offbeat news viral post