ફોટો-સેલ્ફીની રિક્વેસ્ટથી કંટાળેલી રશિયન મહિલાએ એનો અનોખો ઉપાય શોધ્યો

24 January, 2025 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

1 Selfie 100 Rs. વિડિયોમાં તે આ પ્લૅકાર્ડ લઈને બીચ પર ઊભેલી દેખાય છે. તેને ૧૦૦ રૂપિયા આપીને સેલ્ફી પાડનારા લોકો મળી પણ જાય છે. વિડિયોમાં આ મહિલા પોતાની કમાણી પણ દેખાડતી નજરે પડે છે.

રશિયન મહિલાએ ફોટો-સેલ્ફી માટેનું એક પ્લૅકાર્ડ પણ બનાવ્યું

ભારતમાં ફૉરેનર મહિલાઓ સાથે ફોટો પડાવવાના લોકોના ક્રેઝથી કંટાળીને એક રશિયન લેડીએ એનો મસ્ત ઉકેલ શોધી કાઢ્યો છે. આ રશિયન મહિલાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે કહી રહી છે કે મૅમ, મૅમ... વન ફોટો પ્લીઝ સાંભળી-સાંભળીને હું થાકી ગઈ છું અને એને પગલે મેં એક સૉલ્યુશન ગોતી કાઢ્યું છે. આ સૉલ્યુશન છે દરેક સેલ્ફી માટે ૧૦૦ ‌રૂપિયા માગવાનું. રશિયન મહિલાએ એના માટેનું એક પ્લૅકાર્ડ પણ બનાવ્યું છે જેના પર લખ્યું છે : 1 Selfie 100 Rs. વિડિયોમાં તે આ પ્લૅકાર્ડ લઈને બીચ પર ઊભેલી દેખાય છે. તેને ૧૦૦ રૂપિયા આપીને સેલ્ફી પાડનારા લોકો મળી પણ જાય છે. વિડિયોમાં આ મહિલા પોતાની કમાણી પણ દેખાડતી નજરે પડે છે.

social media viral videos russia international news news world news offbeat news