ગુડગાંવમાં પરંપરાગત ઇન્ડિયન ફૂડની રેસ્ટોરાંમાં રોબો વેઇટર

04 March, 2026 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ગુડગાંવમાં એક ભારતીય નાસ્તાની સાદી રેસ્ટોરાંમાં પણ રોબો પીરસતો જોવા મળ્યો હતો

રોબો

રોબોઝ હવે દરેક કામમાં માણસને રિપ્લેસ કરી દેશે એવું કહેવાઈ રહ્યું છે. જોકે વેઇટર તરીકે રોબોની એન્ટ્રી તો ઘણા સમય પહેલાં જ થઈ ગઈ હતી. જોકે આ રોબો વેઇટર્સ થીમવાળી અને મોટી રેસ્ટોરાંઓમાં જ જોવા મળતા હતા. હવે ગુડગાંવમાં એક ભારતીય નાસ્તાની સાદી રેસ્ટોરાંમાં પણ રોબો પીરસતો જોવા મળ્યો હતો. પાલમ વિહાર વિસ્તારમાં આવેલી આ રેસ્ટોરાંમાં હરતા-ફરતા રોબોમાં ચાર અભરાઈઓ જોવા મળે છે જેમાં રોબો પ્લેટ્સ રાખી શકે. રોબો કિચનમાંથી ચાલીને ચોક્કસ કસ્ટમરના ટેબલ પાસે જઈને ફૂડ સર્વ કરી આવે છે. જોકે સોશ્યલ મીડિયા પર આ રોબોને કામ કરતો જોઈને કેટલાક લોકોએ સજેશન આપ્યું હતું કે જ્યાં માણસોને માણસ જેવી કાળજીની જરૂર હોય એવા કામોમાં રોબો વાપરવાને બદલે રોબોને ડિશ અને ટેબલ ક્લીન કરવા માટે રાખવા જોઈએ, ફૂડ સર્વ કરવા માટે નહીં.

offbeat news national news india robot tech news